વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પૃષ્ઠ:Venina Ful.pdf/૨૦ 104 6852 166957 89960 2022-08-14T05:02:36Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude>

''' વેણીનાં ફૂલ '''  [ ઢાળ - મારે ઘેરે આવજો માવા, ઉનાં ઉનાં ઢેબરાં ખાવા.] 🙖 <poem> મારે ઘેર આવજે બેની ! નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાં ને ::::સળગે કાળ દુકાળ; ફૂલ વિના, મારી બેનડી ! તારા ::::::શોભતા નો’તા વાળ – મારે૦ બાગબગીચાના રોપ નથી બેની ::::ઊગતા મારે ઘેર; મોગરા ડોલર જાઈ ચંબેલીની ::::::મારે માથે મ્હેર – મારે૦ </poem> <noinclude></noinclude> hnum8rabsvxe8f6ka0nhiznc1hysotl પૃષ્ઠ:Venina Ful.pdf/૨૧ 104 6853 166958 89961 2022-08-14T05:03:52Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude> <poem> રૂપ સુગંધી હું કાંઇ નો જાણું ::::ડુંગરાનો ગોવાળ; આવળ બાવળ આકડા કેરી ::::::કાંટ્યમાં આથડનાર – મારે૦ ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં ::::રાતડાં ગુલેનાર સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી ::::::બેન સાટુ વીણનાર – મારે૦ પ્હાડ તણે પેટાળ ઉગેલાં ::::લાલ કરેણીનાં ઝાડ; કેશૂડલાં કેરી વાંકડી કળિયું ::::::વીણીશ છેલ્લી ડાળ – મારે૦ ખેતર વચ્ચે ખોઇ વાળીને ::::ફૂલ ઝીણાં ખોળીશ; વાગશે કાંટા, દુખશે પાની ::::::તોય જરીકે ન બ્હીશ. – મારે૦ </poem><noinclude></noinclude> pvaajn38u5j00h2kbbwz7pad1r4w93y પૃષ્ઠ:Venina Ful.pdf/૨૨ 104 6854 166959 89962 2022-08-14T05:05:09Z Meghdhanu 3380 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" /></noinclude><poem> સાંજ વેળા મારી ગાવડી ઘોળી ::::આવીશ દોટાદોટ; ગોંદરે ઊભીને વાટ જોતી બેની ::::::માંડશે ઝૂંટાઝૂંટ – મારે૦ મોઢડાં નો મચકોડજે બાપુ ! ::::જોઇ જંગલનાં ફૂલ; મોરલીવાળાને માથડે એ તો ::::::ઓપતાં’તાં અણમૂલ – મારે૦ શિવ ભોળા, ભોળાં પારવતી, એને ::::ભાવતાં દિવસરાત; તુંય ભોળી મારી દેવડી ! તુંને ::::::શોભશે સુંદર ભાત. – મારે૦ ભાઇભાભી બેય ભોળાં બેસીને ::::ગૂંથશું તારે ચૂલ; થોડી ઘડી પે’રી રાખજે વીરનાં ::::::વીણેલ વેણી-ફૂલ ! મારે ઘેર આવજે બેની લાંબી તારી ગૂંથવા વેણી ! </poem><noinclude></noinclude> aqlx7s46hv5hypimy6nqlswrbu1zx5z સૂચિ:Mozart and Beethoven.pdf 106 46634 166956 166927 2022-08-14T04:57:11Z Meghdhanu 3380 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |પ્રકાર=પુસ્તક |શીર્ષક=[[મોત્સાર્ટ અને બીથોવન]] |ભાષા=gu |ગ્રંથ= |સર્જક=અમિતાભ મડિયા |અનુવાદક= |સંપાદક= |ચિત્રકાર= |મહાવિદ્યાલય= |પ્રકાશક= |સરનામું= |વર્ષ=2005 |Key= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |સ્રોત=pdf |Image={{પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧}} |પ્રગતિ=V |પાનાં=<pagelist 1="મુખપૃષ્ઠ" 2to6="-" 7to8="પ્રસ્તાવના" 9="અનુક્રમ" 10="-" 11="1" /> |Volumes= |ટિપ્પણી={{પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૯}} |Width= |Css= |Header={{સ-મ|{{{pagenum}}}||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|બીથોવન||{{{pagenum}}}}}
|Footer= }} lxb6lwzk0i1q9vgaaqnklcj3ulefphc પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧ 104 46890 166954 166202 2022-08-13T12:38:00Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{Css image crop |Image = Vela_Vela_ni_Chhanyadi.pdf |Page = 1 |bSize = 512 |cWidth = 459 |cHeight = 600 |oTop = 0 |oLeft = -6 |Location = center |Description = }}<noinclude></noinclude> 85hdomlrocxcgocvagnanbdaa5z1exg પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૬ 104 47017 166944 166908 2022-08-13T12:28:38Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૭૬||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>એ મહાન સંગીતકારના જીવનમાં પોતાની મહત્તા વધારવા માટે ચિંતાતુર થઈને એણે કેટલાક પરિચિતો પર ખોટ્ટા જુઠ્ઠા આક્ષેપો મૂકીને સત્ય સાથે ચેડાં કર્યાં છે. ભત્રીજા કાર્લ સાથે બીથોવન જોહાનને ત્યાં રહેવા ગયો ત્યારે શીન્ડ્લરે એવો આક્ષેપ કર્યો છે કે કડકડતી ઠંડીમાં ફાયરવુડ નહિ આપીને જોહાને બીથોવનને થિજાવી દીધો અને પાછા ફરતાં ખાસ ખુલ્લી ઘોડાગાડીની સગવડ કરીને બીથોવનને ઠંડીથી એટલો બધો ઠીંગરાવી દીધો કે એ આખરે મરી ગયો. {{gap}}ભત્રીજા કાર્લના આપઘાતના પ્રયત્ન પછી કોર્ટે એના વાલી બીથોવનની સાથે એક બ્રૂનિન્ગ નામના માણસને નીમેલો. કાર્લ સાથે બીથોવન જ્યારે જોહાનને ત્યાં હતો ત્યારે જ બ્રૂનિન્ગે વિયેનાથી અચાનક કાગળ લખીને જણાવ્યું કે, “કાર્લ માટે ધંધો શરૂ કરવાની તજવીજમાં હું પડ્યો હોવાથી તમે બંને જલદી વિયેના આવી જાઓ.” જોહાને કેવું વિલ બનાવવું એનું ડહાપણ બીથોવન હજી પણ છોડતો નહોતો તેથી બંને ભાઈઓ બાખડી પડ્યા. જોહાનની ઢાંકેલી-બંધ ઘોડાગાડી લઈને એની પત્ની તો આગોતરી જ વિયેના ચાલી ગયેલી તેથી બીજો વિકલ્પ નહિ હોવાને કારણે જોહાને બીથોવન અને કાર્લને ખુલ્લી ઘોડાગાડીમાં મોકલી આપ્યા. પણ ઠંડી, હિમવર્ષા અને પવન ખૂબ હતાં. વળી રસ્તામાં એક રાતે જે વીશીમાં રાતવાસો કર્યો ત્યાં અગ્નિની સુવિધા આપવામાં આવી નહિ. એ રાતે જ બીથોવનને તાવ આવ્યો. વિયેના આવીને તો એ પથારીવશ જ થઈ ગયો છતાં ત્રણ દિવસ સુધી તો એણે પોતાની કોઈ દરકાર કરી નહિ. છેક એ પછી એણે ડૉક્ટરને તેડાવ્યો. {{gap}}શીન્ડ્લર વળી એવું કહે છે કે ડૉક્ટરને બોલાવી લાવવા માટે બીથોવને કાર્લને કહેલું પણ કાર્લ છેક ત્રણ દિવસ પછી ફિઝિશિયન વૅવ્રુચને બોલાવી લાવ્યો. એમણે પહેલું નિદાન ન્યુમોનિયાનું કર્યું પણ તરત જ ઝાડા છૂટી જવાની જૂની બીમારીએ પણ ઊથલો માર્યો.<noinclude></noinclude> 3dh60c5cgrlvjvh6ppmnrq0lss5ugws પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૭ 104 47018 166945 166909 2022-08-13T12:30:04Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૭૭}}
</noinclude>પછી તો કમળો અને ડ્રૉપ્સી પણ થયા. બે જ મહિના પછી જોહાને આવીને બીથોવન સાથે રહેવું શરૂ કર્યું. બીથોવનની દેખરેખમાં મિત્રો હોલ્ઝ અને શીન્ડ્લર તો પહેલેથી હતા જ. {{gap}}એવામાં બ્રિટનમાં રહેતા સ્ટૂમ્ફ નામના એક જર્મન માણસે એવું સાંભળ્યું કે બીથોવનનો સૌથી વધુ પ્રિય કંપોઝર હૅન્ડલ છે. તાજેતરમાં જ હૅન્ડલના સમગ્ર સંગીતનું પ્રકાશન થયેલું. ડૉ. ઍર્નોલ્ડે સંપાદિત કરેલા એ સમગ્ર સંગીતને સમાવતા ચાળીસ ગ્રંથો એણે બીથોવનને ભેટ મોકલી આપ્યા. બીથોવન ખુશ થયો, એણે સ્ટૂમ્ફને આભારપત્ર પણ લખ્યો, એમાં વળી લખ્યું કે, “લંડન ફિલ્હાર્મોનિક સોસાયટી થોડાં વરસો અગાઉ મારા લાભાર્થે જલસો યોજવા માંગતી હતી. એ જલસો યોજાય તો મને આનંદ થશે.” સોસાયટીએ જવાબ આપ્યો કે, “જલસો યોજીને 100 પાઉન્ડ બીથોવનને ચૂકવાશે, પણ માંદગીની સારવાર માટે જરૂર હોય તો વધુ નાણાં પણ ચૂકવવામાં આવશે.” પોતાની સાચી નાણાકીય પરિસ્થિતિ બીથોવને છેલ્લા શ્વાસ સુધી છુપાવી રાખેલી. પોતાના શૅરસ્ટૉકનો અખંડ વારસો ભત્રીજાને આપવાની એની તમન્ના હતી. કોઈ પણ ભાગે એને એ વેચી દેવાની તૈયારીમાં નહોતો. નવી સિમ્ફની લખી આપવાનો વાયદો કરતાં એણે સોસાયટીને લખ્યું : “મારા ડેસ્કમાં નવી સિમ્ફનીના સ્કેચિઝ પડેલા જ છે.” આ સમયે એણે શુબર્ટનાં ગીતો વાંચ્યાં. એ નવોદિત સંગીતપ્રતિભાને એ તરત જ પિછાણી ગયો. શુબર્ટ એક વાર આવીને એને મળી પણ ગયો. '''અંતિમ દિવસો''' {{gap}}આખરે લશ્કરમાં જોડાવા દેવાની સંમતિ બીથોવને ભત્રીજાને આપી દીધી. એને હતું કે આ રીતે જ ભત્રીજો શિસ્ત શીખી શકશે. એ ‘ઇગ્લુ’ રેજિમેન્ટમાં દાખલ થઈ ગયો એ પહેલાં બીથોવને એને છેલ્લી વાર મળી લીધું. એના ગયા પછી બીથોવને વિલ બનાવ્યું અને એમાં ભત્રીજા કાર્લને પોતાની સઘળી પ્રૉપર્ટીનો એકમાત્ર વારસ<noinclude></noinclude> f8anl3ad6nyagg61jd18dxpbhwc73c5 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૮ 104 47019 166946 166910 2022-08-13T12:31:19Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૭૮||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>બનાવ્યો. પણ વિલ પર સહી એણે છેક અવસાનના બે જ દિવસ પહેલાં કરી. 1827ના માર્ચની ચોવીસમીએ એ કોમામાં સરી ગયો અને છવ્વીસમીએ બપોરે પાંચ વાગ્યે અવસાન પામ્યો. મૃત્યુની ક્ષણે એની પથારીની બાજુમાં બે જણા જ હતા : એન્સ્લેમ હુટન્બ્રેનર અને ભાઈ જોહાનની પત્ની. '''મૃત્યુ પછી''' {{gap}}એની કુલ સંપત્તિની આંકણી 3,000 પાઉન્ડ થઈ. તેમાં એના શૅરસ્ટૉકનો પણ સમાવેશ થઈ જાય છે. એ શૅરસ્ટૉકની શોધખોળ કરતાં જ એના ડેસ્કના ડ્રૉઅરમાંથી ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ને સંબોધેલા પ્રેમપત્રો પણ મળી આવેલા. {{gap}}માર્ચની ઓગણત્રીસમીએ એનો દફનવિધિ યોજાયો. એ દિવસે વિયેનાની સ્કૂલો બંધ રહી. એના ઘર આગળ 30,000 લોકો ભેગા થયા. એના કૉફિનને ઊંચકનારામાં એક શુબર્ટ પણ હતો. વિયેના નજીકના ગામ વાહ્‌રિન્ગના કબ્રસ્તાનમાં એને દફનાવાયો. કબર ઉપર નાની પિરામિડ ચણી એના પર નામ કોતરવામાં આવ્યું: BEETHOVEN. થોડાં જ વર્ષોમાં એની કબર એટલી બધી ઉપેક્ષિત થઈ કે 1888માં ‘વિયેના સોસાયટી ઑફ ફ્રેન્ડ્સ ઑફ મ્યૂઝિક'એ એનું કૉફિન ખોદી કાઢી વિયેના લઈ જઈ સેન્ટ્રલ સેમેટરીમાં શુબર્ટની કબરની બાજુમાં દફનાવ્યું. {{gap}}ભત્રીજા કાર્લને કાકા બીથોવનની સંપત્તિ તો મળી જ, પણ વધારામાં કાકા જોહાનની 42,000 ફ્‌લોરિન્સની સંપત્તિ પણ 1848માં એના મૃત્યુ પછી મળી. જોહાનની પત્ની તો 1828માં મૃત્યુ પામેલી. 1858માં કાર્લ મૃત્યુ પામ્યો ત્યારે કાર્લની પત્ની અને બાળકો હયાત હતાં પણ પછી એ બધા વારસદારો વધુ ને વધુ ઘસાતા ગયા અને એ રીતે ગરીબ બનતા ગયા. કાર્લનો એક પૌત્ર (અને બીથોવન અટક ધરાવતી છેલ્લી વ્યક્તિ) પહેલા વિશ્વયુદ્ધમાં પોતાના દેશબંધુઓની સેવામાં સમાચારની આપલે કરનારા ખેપિયા અને<noinclude></noinclude> 3he413yf8uce9ferdhkp4wc0nsciav5 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૮૯ 104 47020 166947 166921 2022-08-13T12:32:05Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૭૯}}
</noinclude>કૅમ્પના રસોઇયા તરીકે લશ્કરમાં જોડાયેલો. પૅરૅલિસિસના ઍટૅકથી વિયેનાની એક હૉસ્પિટલમાં 1918માં મૃત્યુ પામ્યો. '''બીથોવનની રોજિંદી આદતો''' {{gap}}એના ઝીંથરા જેવા વાળ એ કદી ઓળતો નહિ, એ ક્યારે કપાવતો હશે એ પણ એ જ જાણે ! એને વારંવાર અને ઘણી વાર તો કલાકો સુધી નહાતા રહેવાની ટેવ હતી. એમાં એને મજા પડતી; એમાં જ એને નવા સંગીતની સ્ફુરણા થતી. ચાલતી વેળા હાથના પહોંચા અને આંગળી વડે ચેનચાળા કરવાની તથા સ્વગત બડબડાટ કરવાની અને ગણગણાટ ક૨વાની એને આદત હતી. ગમે તે ઋતુ હોય એ મળસકે જ ઊઠી જતો અને જાતે પર્કોલેટ કરીને કૉફી પી લેતો. ચોક્કસ ગણતરી કરીને એ અચૂક સાઠ બુંદદાણા લઈને જ એ કૉફી તૈયાર કરતો. પાર્મેસન ચીઝ સાથેની મૅક્રોની અને બધા જ પ્રકારની માછલીઓ એના ભાવતાં ભોજન હતાં. ડાન્યુબમાંથી પકડવામાં આવેલી ‘શીલ’ માછલી એને અતિ પ્યારી હતી; વિયેનામાં હોય ત્યારે એ દર શુક્રવારે પોતાને ઘરે એ માછલીને બટાકા સાથે તૈયાર કરાવી મહેમાનોને નોતરતો. બર્પોરે જમવામાં એ માત્ર સૂપ લેતો. એનું પ્રિય પીણું ડાન્યુબનું પાણી હતું. વાઇનમાં એને હંગેરિયન વાઇન્સ પસંદ હતાં. ડૉક્ટરોની સતત ચેતવણીને ઉવેખીને એ હલકી મિલાવટ કરેલાં વાઇન પણ લેતો અને પરિણામે એનાં આંતરડાંની હાલત વધુ કથળી ગઈ. સાંજ પડ્યે એને બિઅરનો એક ગ્લાસ પીવો ગમતો. જીવનનાં અંતિમ વર્ષોમાં એ ઘરની નજીક આવેલા કોઈ પણ કૉફીહાઉસમાં કૉફી પીવા જતો પણ ત્યાં એક અંધારિયા ખૂણામાં બેસી રહેતો અને કોઈની પણ સાથે કશી પણ વાતચીત કરતો નહિ. ત્યાં એ પોતાનું પ્રિય જર્મન છાપું ‘એલ્જિમીન ઝિથુન્ગ’ વાંચતો. રાતે મોડામાં મોડા દસ વાગ્યે એ ઊંઘી જતો. {{center|'''✤'''}}<noinclude></noinclude> fcf2hzyix9aw3jp1o3a86xstbmqxd26 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૦ 104 47021 166948 166913 2022-08-13T12:33:03Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''પ્રકરણ – ૧૨'''
'''બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય'''| }} {{gap}}લૅવ ટૉલ્સ્ટૉયે જેટલી કડક ટીકા શેક્સપિયરની કરી છે એટલી જ કડક ટીકા બીથોવનની પણ કરી છે; કારણ કે લાગણીઓના હેતુહીન ઉદ્દીપનમાં ટૉલ્સ્ટૉય નહોતો માનતો. ટૉલ્સ્ટૉયની માન્યતા અનુસાર ખેડૂતો અને શ્રમજીવીઓ દ્વારા સર્જાતું સંગીત અર્થપૂર્ણ છે કારણ કે તે જીવન સાથે મેળ ખાય છે અને એ સિવાયનું બધું જ સંગીત માનવમનને બહેકાવનાર છે. પોતાની વાર્તા ‘ક્રુત્ઝર સોનાટા’માં કથાનાયકની સ્વગતોક્તિ દ્વારા ટૉલ્સ્ટૉયે પોતાનું મનોગત ઠાલવ્યું છે : :''{{gap}}હંમેશની માફક બધી જ ડિનરપાર્ટીની માફક એ ડિનરપાર્ટી પણ કૃત્રિમ અને કંટાળાજનક હતી; પણ સંગીત ધાર્યા કરતાં વહેલું શરૂ થઈ ગયું. એ સાંજની દરેક વિગત મારા મગજમાં છપાઈ ગઈ છે. ખોખું ખોલીને વીંટાયેલું કપડું દૂર કરીને વાયોલિનિસ્ટે વાયોલિન બહાર કાઢ્યું. કોઈ મહિલાએ એ કપડા પર ભરતગૂંથણ કર્યું હોવું જોઈએ. વાયોલિન હાથમાં લઈને એણે તાર મેળવવા શરૂ કર્યા. એ અવાજથી ઉત્તેજિત થયેલી મારી પત્નીએ પોતાની ઉત્તેજના છુપાવવા પોતાના મોં પર ઉદાસીનતા અને ઔપચારિકતાના ખોટા ભાવ લાવવા મથામણ કરી. પછી વાયોલિનિસ્ટે વાયોલિન પર થોડા સ્વરો વગાડ્યા; અને એ જ વખતે એણે અને મારી પત્નીએ આંખોમાં નજર મેળવી. એકઠા થયેલા મહેમાનો તરફ જોતાં જોતાં બંનેએ થોડી ગુસપુસ કરીને સંગીત શરૂ કર્યું. મારી પત્નીએ જેવો પિયાનો વગાડવો શરૂ કર્યો કે તરત જ વાયોલિનિસ્ટનું મુખ ધીરગંભીર બની ગયું.''<noinclude>{{સ-મ||૧૮૦|}}</noinclude> bw79pswa5ihnt55225285y115gsm2nt પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૧ 104 47022 166949 166924 2022-08-13T12:33:49Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય||૧૮૧}}
</noinclude>''વળી સહેજ તણાવનો ભાવ પણ એ મુખ પર ઊતરી આવતાં એ સુંદર દેખાવા માંડ્યું. એણે વાયોલિન વગાડવું શરૂ કર્યું. એમણે બીથોવનનો ‘ક્રુત્ઝર સોનાટા’ વગાડવો શરૂ કરેલો. એની પહેલી ગત ‘મૅસ્ટ્રો’ યાદ છે તમને ? ઉફ ! કેટલું ત્રાસરૂપ, કંટાળાજનક અને અસહ્ય સંગીત એ છે !? સંગીત પોતે જ કેટલી ખતરનાક ચીજ છે ! સંગીત શું છે એ હજી સુધી હું સમજી શક્યો નથી. સંગીતનો હેતુ શો છે ? એક માણસ પર એની શી અસર છે ? એવી અસર એ શા માટે કરે છે ? કહે છે કે સંગીત આત્માનું ઊર્ધ્વગમન કરવાની તાકાત ધરાવે છે. તદ્દન જુઠ્ઠાણું ! નર્યો બકવાસ ! અક્કલ વગરની વાત ! સંગીતની અસર છે, પણ એ ભયંકર ખતરનાક છે. (હું મારી જાત પરની અસરની વાત કરી રહ્યો છું.) એનાથી આત્માનું ઉત્થાન કે ઊર્ધ્વગમન થતું જ નથી. સંગીત આત્માનું અધઃપતન પણ કરતું નથી. માત્ર ક્ષણિક ઉત્તેજના પ્રેરવાનું જ કામ સંગીત કરે છે. આ હકીકત હું કેવી રીતે સમજાવું ? સંગીત મને મારી સાચી પરિસ્થિતિ ભુલાવી દે છે અને એવી પરિસ્થિતિમાં મને મૂકી દે છે જે મારી સાચી પરિસ્થિતિ નથી. સંગીતની અસર નીચે મને અજાયબ, વિચિત્ર લાગણીઓ થવા માંડે છે. સંગીતની અસર બગાસાં હાસ્ય જેવી છે. કોઈને બગાસાં ખાતો જોઈ આપણે બગાસાં ખાવા માંડીએ, પછી ભલે ને ઊંઘ આવતી ન હોય અથવા કોઈને હસતા જોઈ કારણ જાણ્યા વિના જ હસવા માંડીએ એવી જ અસર સંગીતની છે.'' :{{gap}}''સંગીત સર્જતી વખતે કંપોઝર જે હાલતમાં હોય એ હાલતમાં હું પણ એ સંગીત સાંભળીને મુકાઈ જાઉં છું. એ કંપોઝર એ વખતે જે મૂડમાં હોય એ મૂડમાં હું પણ મુકાઈ જાઉં છું. એક પછી એક જે જે મૂડમાં તે વિહાર કરે તે પ્રત્યેક મૂડમાં હું પણ મુકાતો જાઉં છું. માત્ર કંપોઝર (આ દાખલામાં ‘ક્રુત્ઝર સોનાટા’નો કંપોઝર બીથોવન) જ જાણે કે એ તે મૂડમાં શા માટે હતો ! મને તેનાં કારણોની ગતાગમ નથી પડતી; તેથી''<noinclude></noinclude> m0v36n0dspblm4t2zn5pns1mpszrlsd પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૨ 104 47023 166950 166915 2022-08-13T12:34:15Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૮૨||મોત્સાર્ટ અને બીથોવન}}
</noinclude>''એ બધા મૂડમાં તણાવું મારે માટે નિરર્થક બને છે. આમ, કોઈ હેતુ કે ઉદ્દેશ વિના જ સંગીત આપણને ઉત્તેજિત કરે છે. લશ્કરે કવાયત કરવાની હોય તો લશ્કરી કૂચનું સંગીત વાગે તે ઉદ્દેશપૂર્ણ છે, નાચવાનું હોય ત્યારે નૃત્યસંગીત વાગે તે ઉદ્દેશપૂર્ણ છે અને પ્રાર્થના કરવાની હોય ત્યારે માસ વાગે તે પણ ઉદ્દેશપૂર્ણ છે. પણ આટલા અપવાદો સિવાય સંગીત આપણને ઉશ્કેરી મૂકે છે પછી એ ઉત્તેજના કે ઉશ્કેરાટને ક્યાં વાળવાં તેનું કોઈ દિશાસૂચન કરતું નથી. સંગીત ભયંકર જોખમકારક બની શકે છે. ચીનમાં સંગીત શાસનની સત્તા હેઠળ છે. સર્વત્ર આમ જ હોવું જોઈએ. કોઈ પણ માણસ બીજાને (બીજાબધા ઘણાને) સંગીત વડે સંમોહન કરી ગમે તે દિશામાં વાળી શકે એ કેવી રીતે ચલાવી લેવાય ? ઘણી વાર તો આવી રીતે સંમોહન કરનારાને કોઈ જ નૈતિક સિદ્ધાંતો હોતા નથી.'' :''{{gap}}‘ક્રુત્ઝર સોનાટા’ની જ વાત લો ને ! એની પહેલી ‘પ્રૅસ્ટો’ ગતને મહિલાઓની હાજરીમાં કેવી રીતે વગાડી શકાય ? અને એ વગાડ્યા-સાંભળ્યા પછી પાછા આઇસક્રીમ ખાવાના અને થોડી કૂથલી પણ કરી લેવાની ? એ સાંભળીને ઉશ્કેરી મૂકેલી લાગણીઓને કેવી રીતે શાંત કરવી ? એ ઉશ્કેરી મૂકેલી લાગણીઓને શાંત કરવા માટે જો યોગ્ય પ્રવૃત્તિ કરવામાં આવે નહિ તો એ લાગણીઓ પ્રલય સર્જી શકે. મારી પર તો સંગીતે ખૂબ જ ખતરનાક અસર કરીને મારી દુર્દશા કરી છે. હું જાણતો પણ નહોતો તેવી મારી સુષુપ્ત વાસનાઓને જગાડીને અને પછી એને ભડકાવીને મારું નિકંદન કાઢી નાંખ્યું છે. આ સંગીત મને કહેતું જણાય છે : “તું જેવો તને માનતો હતો તેવો નહિ, પણ ખરેખર આવો છે !” સંગીતની આવી નાપાક અસર હેઠળ મેં મારી પિયાનિસ્ટ પત્ની અને પેલા વાયોલિનિસ્ટની ઉપર નજર ફેંકી ત્યારે એ બંને સાવ જુદાં જ – અજાણ્યાં – જણાયાં !'' {{nop}}<noinclude></noinclude> 28c70m5kc92qpj6ioyb6bhkuw4ga4so પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૩ 104 47024 166951 166916 2022-08-13T12:34:47Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન વિશે લેવ ટૉલ્સ્ટૉય||૧૮૩}}
</noinclude> :''{{gap}}એ બંનેએ ‘પ્રૅસ્ટો’ વગાડી લીધા પછી અશ્લીલ સ્વરઝૂમખાં અને નબળો અંત ધરાવતી બીજી ગત ‘આન્દાન્તે’ વગાડી. એ ગતની અસર હેઠળ હું સાવ નફિકરો, મોજીલો, લહેરી લાલો બની ગયો; મારી પત્નીની આંખોમાં મને અપૂર્વ ચમક અને જીવંતતા દેખાયાં. સાંજ પૂરી થઈ અને સૌ સૌને ઘેર ગયાં. બે જ દિવસમાં હું બહારગામ જતો રહેવાનો હતો એ જાણી વાયોલિનિસ્ટ ત્રુખેમેવ્સ્કીએ છૂટાં પડતાં મને કહ્યું : “આજ સાંજના જલસાથી મને ખૂબ જ આનંદ આવ્યો છે. ફરી વાર તું જ્યારે ઘરે હોય ત્યારે આવો આનંદ આપવાની તક તું ફરી ઊભી કરે એવી આશા રાખું છું.” એના બોલવાનો અર્થ મેં એમ કર્યો કે હું ઘરે નહિ હોઉં ત્યારે એ મારે ઘરે કદી નહિ આવે, અને આવું વિચારીને મને ખૂબ જ શાંતિ થઈ. વળી અમારા બંનેનું એકસાથે શહેરમાં હોવું અસંભવ જણાતાં મને ખૂબ જ સંતોષ પણ થયો; મને આનંદ થયો કે હવે પછી ફરીથી એને મળવાનું કદી નહિ બને. પહેલી જ વાર મેં આનંદપૂર્વક હસ્તધનૂન કર્યું, અને એનો સાચો આભાર માન્યો. જાણે લાંબા ગાળા માટે દૂર જઈ રહ્યો હોય એવી રીતે એણે મારી પત્નીની પણ રજા લીધી. હું ખૂબ જ પ્રસન્ન થયો....'' {{center|'''✤'''}}<noinclude></noinclude> rkn1uk2i7uyosdi8w030b52zvjrjb7n પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૪ 104 47025 166952 166918 2022-08-13T12:35:23Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>

{{સ-મ| |'''પ્રકરણ – ૧૩'''
'''બીથોવન વિશે રિચાર્ડ વાગ્નર'''| }} :{{gap}}''બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક જેમ જેમ તૂટતો ગયો તેમ તેમ બીથોવનનું આંતરદર્શન વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું. આંતિરક સંપત્તિ અંગે એનો આત્મવિશ્વાસ જેમ જેમ વધતો ગયો તેમ તેમ એ મિત્રો અને શ્રીમંતો પાસેથી વધુ ને વધુ એવી આશા રાખતો ગયો કે એની કૃતિઓ માટે પૈસા ચૂકવવાને બદલે એ લોકો એના દુન્યવી લાલનપાલન-ભરણપોષણની અને સગવડોની કાયમી જવાબદારી પોતાને માથે લઈ લે જેથી નાણાં કમાવાની બાબતે નચિંત થઈ એ સંગીતસર્જન કરતો રહે; અને એ આશા પૂરેપૂરી ફળીભૂત થઈ ! સંગીતના ઇતિહાસમાં પહેલી જ વાર એવું બન્યું કે ધનાઢ્ય મિત્રો અને શ્રીમંત આશ્રયદાતા એક સર્જકને પૂરી આઝાદી બક્ષવામાં સફળ થયા હોય. આવી જ નાજુક ક્ષણ અગાઉ જ્યારે મોત્સાર્ટની જિંદગીમાં આવેલી ત્યારે શ્રીમંતોએ મોં ફેરવી લેતાં મોત્સાર્ટનો યુવાવયે જ ખાત્મો થઈ ગયો !'' {{સ-મ|||{{align|right|'''– રિચાર્ડ વાગ્નર'''}}
‘બીથોવન’માંથી, 1870}}
{{center|'''✤'''}} {{center|'''✤ ✤'''}}<noinclude>{{સ-મ||૧૮૪|}}</noinclude> g29i5xr2pn0yx89srh5i8dcxmrrdbpl પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૯૬ 104 47027 166953 166930 2022-08-13T12:35:50Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude>{{Css image crop |Image = Mozart_and_Beethoven.pdf |Page = 196 |bSize = 420 |cWidth = 414 |cHeight = 606 |oTop = -4 |oLeft = 2 |Location = center |Description = }}<noinclude></noinclude> bc43g2x4zytmtfes5jczpqlehu02684 પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૨ 104 47028 166960 166642 2022-08-14T11:57:48Z Amvaishnav 156 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude> {{સ-મ| |'''સોરઠી જીવનની નવલકથા''' | }}
{{સ-મ| |'''વેળા વેળાની છાંયડી''' | }}

{{સ-મ| |'''ચુનીલાલ મડિયા''' | }}

{{સ-મ| |હે અલક્ષ્મી રૂક્ષકેશી તુમ દેવી અચંચલા;
તોમાર રીતિ સરલ અતિ, નાહિ જાન છલકલા.
{{જગ્યા|8em}} ૨વીન્દ્રનાથ ટાગોર | }}

{{સ-મ| |'''પ્રાપ્તિ સ્થાન''' | }} {{સ-મ| |'''નવભારત સાહિત્ય મંદિર''',
જૈન્ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩૯૨૫૩, ૨૨૧૩૨૯૨૧
૨૦૨, પેલિકન હાઉસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
Email: info@navbharatonline.com
Web: www.navbharatonline.com
fb.com/NavbharatSahityaMandir | }}<noinclude></noinclude> tchv5h5sokj7vt9w2uk0qun6a6goh8f સભ્યની ચર્ચા:Prayagraj darbar77 3 47156 166955 2022-08-13T15:19:45Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Prayagraj darbar77}} -- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૨૦:૪૯, ૧૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST) ot785bdi9ox12top31fwuuf40ctg8a8